ગુજરાત: મહિલા પર ઉપરી અધિકારીએ દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી એમાંય અમદાવાદ તો દુષ્કર્મ મામલે દિલ્હી થવા જઈ રહ્યુ છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક મહિલા સાથે તેના જ ઉપરી અધિકારીએ છેડતી કરી અને પછી દુષ્કર્મ આચર્યુ હતુ. વાત આટલેથી અટકી નહોતી પરંતુ દુષ્કર્મની વણઝાર એકવાર શરૂ થઈ તો પછી હેવાનની હવસ વધુને વધુ તીવ્ર બની અને
 
ગુજરાત: મહિલા પર ઉપરી અધિકારીએ દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી એમાંય અમદાવાદ તો દુષ્કર્મ મામલે દિલ્હી થવા જઈ રહ્યુ છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક મહિલા સાથે તેના જ ઉપરી અધિકારીએ છેડતી કરી અને પછી દુષ્કર્મ આચર્યુ હતુ. વાત આટલેથી અટકી નહોતી પરંતુ દુષ્કર્મની વણઝાર એકવાર શરૂ થઈ તો પછી હેવાનની હવસ વધુને વધુ તીવ્ર બની અને આખરે આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં રેપની ઘટનાઓ વધી રહી છે. ઘણા નરાધમો બહેન દીકરીઓ સામે નજરો બગાડી રહ્યા છે. અમદાવાદમાં આવો જ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ 29 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની વણઝારનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના ઉપરી અધીકારીએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.

નોકરીના સ્થળે ઉપરી અધીકારીએ છેડતી કરી હતી અને બાદમાં રેપ પણ કર્યો હતો એટલું જ નહીં પરંતુ આ રેપનો વીડિયો બનાવી પરણિતાને બ્લેકમેલ કરી અલગ અલગ બહાને ઓફિસમાં બોલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. તે દર વખતે વીડિયો બનાવતો એને આ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતો. આખરે રોજે રોજની બળજબરીતી કંટાળીને મહિલા વાડજ પોલીસ સ્ટેશન પહોંચી હતી.