ગુજરાત: કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે,
 
ગુજરાત: કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબનામનું ઇન્જેક્શન છે. તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ કિંમતી ઈન્જેક્શનનો ઉપયોગ કરવાની શરૂઆત અમારા દ્વારા કરાઈ છે. સરકારે આ કિંમતી ઈન્જેક્શનની મંજૂરી આપી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત WHO દ્વારા સોલાડિરિટી ટ્રાયલ કરવામાં આવી રહી છે. જે WHOની ટ્રાયલ છે. રેમડેસિવીર ડ્રગ ની દવાઓ પણ ગઈકાલે પહોંચી ગઈ છે. આજથી તેનો ઉપયોગ દર્દીઓ માટે શરૂ કરી દેવાશે. તેની પણ અસરકારકતા વધુ છે. તે જ રીતે ઈન્ટરફેરોન દવા પણ આવી ગઈ છે. આ તમામ દવાઓ અને ઈન્જેક્શનો દર્દીઓને આપવામાં આવશે. દર્દીઓને વિનામૂલ્યે ઈન્જેક્શન આપવામાં આવશે. જેથી દર્દીઓના રિકવર રેશિયોમાં વધારો થશે.

શું છે ટોસિલિઝુમેબ ?

આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ, કેન્સર, અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે. હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે.

કોરોનાના દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવા અંગે ડો.પ્રવિણ ગર્ગે કહ્યું કે, કોરોનાના શિકાર દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ આ ડ્રગ તૈયાર કરે છે. તેના કરાર સિપલા સાથે હોવાથી તેનું ઉત્પાદન ભારતમાં પણ થાય છે. સિપલા દ્વારા બનાવાતા આ ઇન્જેક્શનથી શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તેવા દર્દીઓને રાહત મળી હોવાનું સામે આવ્યું છે. ઈન્જેક્શન એન્ટીબોડી તરીકે કામ કરીને આંતરડા અને ફેફસામાં સોજો ન આવે તે માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અગાઉ કેન્સરના દર્દીઓને આ ઈન્જેકશન આપવામાં આવતા હતા. તેનો ઉપયોગ હવે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શ્વાસ લેવામાં થતી મુશ્કેલી અને ફેફસા બંધ થતાં હોવાના કિસ્સાઓમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરાશે. 40 હજારની કિંમતના આ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીઓને આપવામાં આવશે.