આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસની મહામારી વચ્ચે 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. જેમાં આજે સરકારી અનાજ વિતરણ શરૂ થતાં જ બૂમરાણ સામે આવી છે. બીપીએલ અને NFSA સિવાયના પરિવારોને અનાજ નહિ મળતું હોઈ ચોંકાવનારી સ્થિતિ બની છે. પરિવારો ઘરમાં બંધ હોઇ તમામને અનાજ વિતરણમાં સમાવેશ કરવા સરપંચ અને ધારાસભ્ય સહિતનાએ રજૂઆત કરી છે. આનાથી સરકારી અનાજ વિતરણમાં ભેદભાવ થયો ? આ પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

કોરોનાની મહામારી હોઈ ગુજરાત સરકાર દ્રારા 1-4-2020થી મફત રાશન આપવાની શરૂઆત થઈ છે. જેમાં ગ્રામ્યકક્ષાએ માત્ર NFSA, બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને જ રાશન આપવામાં આવ્યું છે. આથી તે સિવાયના ઉત્તર ગુજરાતના લાખો પરિવારો અનાજથી વંચિત રહ્યા છે. આ બાબત ધ્યાને આવતાં રાજકીય આગેવાનોએ મુખ્યમંત્રીને તમામ પરિવારોને આવરી લેવા પત્ર લખ્યો છે.

થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગ્રામ્યકક્ષાએ કંઈપણ અજુગતું બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી આપી છે. અનેક કાર્ડ ધારકો એવા છે કે, જે ખરેખર જરૂરિયાતમંદ હોવા છતાં લોકડાઉન દરમ્યાન સરકારી અનાજ મેળવી શકતા નથી. આથી તમામ કાર્ડધારકોને રાશન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code