ગુજરાત: લોકડાઉન વચ્ચે સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હાલ શું છે ભાવ ?

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ છે. સાથે સાથે મોટાભાગના વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ છે. જેના કારણે લોકોના રોજગાર પણ બંધ છે. આવી સ્થિતિમાં સિંગતેલના ભાવમાં ભડકો થતાં પડ્યા ઉપર પાટું જેવો ઘાટ થયો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવધારો જોવા મળ્યો છે. છેલ્લા એક
 
ગુજરાત: લોકડાઉન વચ્ચે સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હાલ શું છે ભાવ ?

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ છે. સાથે સાથે મોટાભાગના વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ છે. જેના કારણે લોકોના રોજગાર પણ બંધ છે. આવી સ્થિતિમાં સિંગતેલના ભાવમાં ભડકો થતાં પડ્યા ઉપર પાટું જેવો ઘાટ થયો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવે ડબે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબે 60 રૂપિયા વધારો થતાં આજે સીગતેલનો ભાવ 2300ને પાર જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં સિંગતેલના વેપારી ભાવેશ પોપટએ જણાવ્યું હતું કે, મોટા ભાગના યાર્ડ બંધ સ્થિતિમાં હોવાથી મગફળીની અછત જોવા મળી રહી છે અને નાફેડ પાસેથી મળતી મગફળી ઊંચા ભાવની હોવાથી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં જૂની અને નવી બે પ્રકારની મગફળીનું તેલ આવી રહ્યું છે જેમાં 2250 થી 2360 રૂપિયા સુધી સીંગતેલ બજારમાં ઉપલબ્ધ છે.

અમદાવાદમાં બજારો બંધ કર્યા બાદ રાજકોટમાં પેનિક જોવા મળી રહ્યો છે અને લોકો સ્ટોક કરી તેલની વધુ ખરીદી કરી રહ્યા છે. જેના કારણે સિંગતેલની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. જો નાફેડ દ્વારા નીચા ભાવે મગફળી આપવામાં આવે તો સિંગતેલના ભાવમાં ઘટાડો થઇ શકે તેમ છે. મહત્વનું છે કે જે રીતે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે આવા સમયે લોકો ઘરમાં રહે છે. જેથી આદ્ય સામગ્રીનો વપરાશ પણ વધે છે અને ખાસ કરીને તેલ બનતી વાનગીઓ લોકો બનાવવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી આમ પણ તેલની માંગ વધી રહી છે જોકે સિંગતેલના ભાવમાં ભડકો થતાં લોકો હવે અન્ય તેલ તરફ પણ વળ્યાં છે.