ગુજરાત: બે વર્ષમાં ઉત્સવો પાછળ સરકારે કર્યો અધધધ 43 કરોડનો ધુમાડો

અટલ સમાચાર,ગાંધીનગર ગાંધીનગર ખાતે વિધાનસભામાં શુકવારે પુછાયેલા એક સવાલના જવાબમાં સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે, બે વર્ષમાં સરકારે ઉતસવો પાછળ 43.65 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારે રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ મહોત્સવમાં કરેલ ખર્ચના આંકડા જાહેર કર્યા હતા. આ ખર્ચમાં સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય બહારના અને વિદેશી મહેમાનોની સરભરા માટે રણોત્સવમા 7.77 લાખનો
 
ગુજરાત: બે વર્ષમાં ઉત્સવો પાછળ સરકારે કર્યો અધધધ 43 કરોડનો ધુમાડો

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગર ખાતે વિધાનસભામાં શુકવારે પુછાયેલા એક સવાલના જવાબમાં સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે, બે વર્ષમાં સરકારે ઉતસવો પાછળ 43.65 કરોડનો ખર્ચ કર્યો છે.

સરકારે રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ મહોત્સવમાં કરેલ ખર્ચના આંકડા જાહેર કર્યા હતા. આ ખર્ચમાં સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય બહારના અને વિદેશી મહેમાનોની સરભરા માટે રણોત્સવમા 7.77 લાખનો ખર્ચ કર્યો હતો જ્યારે પતંગોત્સવમાં 3.29 કરોડ કરતા વધુનો ખર્ચ કર્યો હતો, જ્યારે નવરાત્રિ મહોત્સવમાં 70 લાખ કરતાં વધુનો સરકારે ખર્ચ કર્યો હતો.