ગુજરાતઃ આડા સંબંધના વહેમમાં જમાઈએ સસરા પર કર્યો એસિડ એટેક

અટલ સમાચાર, ડેસ્ક નડિયાદના મહુધાના ચુણેલ ગામમાં રહેતા અશોક ચૂનારાએ તેની દીકરી ભાવનાના લગ્ન બે વર્ષ પહેલા સંજય ચૂનારા સાથે કરાવ્યા હતા. જમાઈએ તેના સસરા પર પુત્રી સાથે આડા સંબંધની શંકા રાખીને સસરા પર એસિડ એટેક કર્યો છે. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે જમાઈ સામે ગુનો
 
ગુજરાતઃ આડા સંબંધના વહેમમાં જમાઈએ સસરા પર કર્યો એસિડ એટેક

અટલ સમાચાર, ડેસ્ક

નડિયાદના મહુધાના ચુણેલ ગામમાં રહેતા અશોક ચૂનારાએ તેની દીકરી ભાવનાના લગ્ન બે વર્ષ પહેલા સંજય ચૂનારા સાથે કરાવ્યા હતા. જમાઈએ તેના સસરા પર પુત્રી સાથે આડા સંબંધની શંકા રાખીને સસરા પર એસિડ એટેક કર્યો છે. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે જમાઈ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નડિયાદના મહુધાના ચુણેલ ગામમાં રહેતા અશોક ચૂનારાએ તેની દીકરી ભાવનાના લગ્ન બે વર્ષ પહેલા સંજય ચૂનારા સાથે કરાવ્યા હતા. લગ્ન પછી ભાવના ગર્ભવતી થતા તે પિતાના ઘરે રહેવા આવી હતી. પિતાના ઘરે ભાવનાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ભાવનાની દીકરી સવા મહિનાની થઇ એટલે તે તેના સાસરે ચાલી ગઈ હતી, પરંતુ પતિ સંજયે ખુશી સાથે ભાવનાનું સ્વાગત કરવાના બદલે દીકરી છીનવી લઇને ભાવનાને ઘરની બહાર કાઢી મુકી હતી અને આક્ષેપ લગાવ્યો હતો કે, ભાવનાને તેના પિતાની સાથે આડા સંબંધ છે.

ભાવનાએ સંજયને મનાવવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ સંજય માનવા તૈયાર જ નહોતો. ભાવનાના પિતાએ પણ સંજય સાથે સમાધાન કરવા અવાર-નવાર પ્રયાસો કર્યા પણ સંજય એકનો બે ન થયો. દરમિયાન 11 જાન્યુઆરી ને શનિવારના રોજ રાત્રિના સમયે ભાવનાના પિતા સુતા હતા તે દરમિયાન કોઈ ઇસમે તેમના પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટનામાં અશોક ચૂનારાનો એક સાઈડનો ચહેરો દાજી ગયો હતો અને તેમની બાજુમાં સુતેલા એક બાળકને પણ એસિડના છાંટાઓ ઉડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેઓ અશોક ચૂનારાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ બાબતે અશોક ચૂનારાની પત્ની જીલાબેને કહ્યું હતું કે, જમાઈને મેં ડોલ ફેંકીને ભાગતો જોયો હતો. આથી આ એટેક તેણે જ કર્યો છે. પોલીસે જીલાબેનેના કહેવા અનુસાર, જમાઈ સંજય ચૂનારા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.