આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને પગલે હાલ 21 દીવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે જીવન જરૂરી સેવા સિવાય તમામ વસ્તુઓ બંધ છે. કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ લૉકડાઉન પહેલાથી જ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ વનવિભાગ દ્વારા જંગલ સફારીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કોરોનાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં ભારતીય અને વિદેશી તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. આખું જંગલ સફારી સેનિટાઇઝ કરવામાં આવે છે. બહારથી આવતા લોકોને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે. તમામ પ્રાણીઓનું રોજેરોજ ટેમ્પરેચર માપવામાં આવે છે. જરૂરી ખોરાકનો સ્ટોક અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દવા વેક્સીનનો સ્ટોક પણ 4 મહિના ચાલે એટલો સ્ટોક કરવામાં આવ્યો છે. આ સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાવામાં આવ્યા છે. આ સાથે પાણીનો છંટકાવ પણ નિયમિત થાય છે. હાલ કોરોના વાયરસને કારણે ભારત આખું લૉકડાઉન છે ત્યારે સફારી પાર્કમાં પશુપક્ષીઓ પણ ક્વૉરન્ટીન કરાયા હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાલમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સંચાલન કરતા લોકો અને સુરક્ષા જવાનો આવી રહ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે વર્ષે 40 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે. જોકે, હાલ દેશમાં લૉકડાઉનને પગલે અહીં પ્રવાસીઓના પ્રવેશ પર મનાઈ છે. જેના કારણે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જાણે સ્વયંભૂ હોમ ક્વૉરન્ટીન થઈ ગઇ હોય તેવું લાગે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code