આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પૂર દરમિયાનની આપત્તિને પહોંચી વળવા મહેસાણા નગરપાલિકા પાસે અત્યાર સુધી બોટ સહિતના સાધનોનો અભાવ હતો. આથી સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા કેટલાંય વર્ષો બાદ મોટી રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. વિશેષ પ્રકારની બોટ મશીન વગર પણ ચલાવી શકાય છે.ઉત્તર ગુજરાતમાં ગત વર્ષ 2015 અને 2017 માં ભારે પૂરને કારણે જાન માલની નુકશાની આવી હતી. પૂરમાં રાહત બચાવ માટે રેસ્ક્યુ બોટ સહિતના સાધનોનો અભાવ હતો. જેથી લોકોને ઝડપથી સલામત સ્થળે ખસેડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે ફુડ પેકેટ મોકલવામાં પણ ખાસ વ્યવસ્થા નહિવત્ હતી.

આથી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મહેસાણા પાલિકાને 12 લાખની કિંમતની રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. બોટની ખાસિયત છે કે  ઓછા પાણીમાં પણ ફ્લોટીંગ કરી શકે છે. જેમાં 8થી 10 વ્યક્તિઓ બેસી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code