ગુજરાત સફાઈ કામદાર મહામંડળની હડતાળ: ખેડબ્રહ્મા પાલિકાના કર્મીઓ જોડાયા
અટલ સમાચાર, ખેડબ્રહ્મા ગુજરાતભરની ૧૬૨ નગરપાલિકાઓના તમામ સફાઈ કર્મચારીઓ મહામંડળના નેજા હેઠળ વિવિધ માંગણી મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા છે. રોજમદારમાંથી કાયમી કરવા, પેંશન પ્રથા શરૂ કરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી વગેરે જેવી ૧૫ માંગણીઓને લઇ લોકસભા ચૂંટણી પહેલાં લડત આદરી છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કામદારોએ પણ નિયમિત સફાઈ કામગીરી બંધ રાખી હડતાળનુ શસ્ત્ર
Mar 5, 2019, 14:58 IST

અટલ સમાચાર, ખેડબ્રહ્મા
ગુજરાતભરની ૧૬૨ નગરપાલિકાઓના તમામ સફાઈ કર્મચારીઓ મહામંડળના નેજા હેઠળ વિવિધ માંગણી મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા છે. રોજમદારમાંથી કાયમી કરવા, પેંશન પ્રથા શરૂ કરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી વગેરે જેવી ૧૫ માંગણીઓને લઇ લોકસભા ચૂંટણી પહેલાં લડત આદરી છે.
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કામદારોએ પણ નિયમિત સફાઈ કામગીરી બંધ રાખી હડતાળનુ શસ્ત્ર ઉગામ્યું છે. સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.