આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પ્રેમી પંખીડાઓનો દિવસ એટલે વેલેન્ટાઈન-ડેને હવે માત્ર ગણતરીના દિવસોની વાર છે. વેલેન્ટાઈન-ડે પહેલા દાહોદ તાલુકામાં પ્રેમીપંખીડા આપઘાત કરી લીધો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાઓએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ જિલ્લામાં આવેલા રાબડાલ ગામમાં રહેતા 18 વર્ષના યુવકને તેના જ ગામની સાંઈકૃપા સોસાયટીમાં રહેતી 17 વર્ષની યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. યુવક અને યુવતિ અલગ-અલગ જ્ઞાતિના હતા. જ્યારે બંનેએ પોતાના પરિવાર સમક્ષ લગ્ન કરવાની મંજૂરી માગી હતી ત્યારે પરિવારજનોએ બંનેના લગ્ન કરાવવાની સ્પષ્ટ મનાઇ કરી દેતા પ્રેમી પંખીડાઓએ દાહોદ તાલુકાના જેકોટ રેલવે સ્ટેશન પર જઈને ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થતી ત્યારે બંને ટ્રેનની સામે કુદી પડ્યા હતા. આ ઘટનાને પગલે સ્ટેશન પર ઉભા રહેલા લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને પ્રેમી પંખીડાઓના મૃતદેહની ઓળખ કરીને તેમના પરિવારજનોને આ બાબતે માહિતી આપી હતી. તેથી પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કર્યા બાદ લાશનો કબજો લઇ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code