ગુજરાત: લાંચ રૂશ્વત બ્યુરોએ સૌથી વધુ 49 છટકા પોલીસખાતા સામે ગોઠવ્યા

અટલ સમાચાર,ડેસ્ક સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે તેમની પાસેથી લાંચની માંગણી કરતા હોય છે અને લાંચના દુષણને ડામવા માટે ACB સરકારી અધિકારીઓની પૂરાવાઓ સાથે ધરપકડ કરે છે અને કેટલીક વાર તો લાંચિયા અધિકારીઓના ઘરે સર્ચની કામગીરી કરતા તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપતિ મળી આવે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ગુજરાત: લાંચ રૂશ્વત બ્યુરોએ સૌથી વધુ 49 છટકા પોલીસખાતા સામે ગોઠવ્યા

અટલ સમાચાર,ડેસ્ક 

સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે તેમની પાસેથી લાંચની માંગણી કરતા હોય છે અને લાંચના દુષણને ડામવા માટે ACB સરકારી અધિકારીઓની પૂરાવાઓ સાથે ધરપકડ કરે છે અને કેટલીક વાર તો લાંચિયા અધિકારીઓના ઘરે સર્ચની કામગીરી કરતા તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપતિ મળી આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી સરકારના રાજમાં સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે અને સૌથી વધારે પોલીસ, મહેસુલ અને કૃષિ વિભાગના અધિકારીઓ લાંચ લેતા આવર-નવાર પકડાય છે. ચાલુ વર્ષે 402 અધિકારીઓ લાંચ લેતા રંગેહાથે પકડાયા છે. જેમાં પોલીસ ખાતાના અધિકારીઓને લાંચ લેતા પકડવામાં માટે ACBએ 49 છટકા ગોઠવ્યા હતા, મહેસુલ વિભાગના અધિકારીઓને પકડવા માટે ACB દ્વારા 22 છટકાઓ ગોઠવવામાં આવ્યા હતા અને કૃષિ વિભાગના કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથે પકડવા માટે 7 છટકાઓ ગોઠવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઘણી વાર એવી પણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે, ACBના છટકામાં પકડાયેલા સરકારી અધિકારીઓએ ભાગવા માટે ACBના અધિકારીઓ પર કાર ચઢાવી દેવાના પણ પ્રયાસો કર્યા હતા. સરકારી અધિકારી જ નહીં પણ લોકોના મત મેળવીને કોર્પોરેટર બનેલા લોકો પણ જનતાની પાસેથી એન કેન પ્રકારે લાંચની માગણી કરતા અને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડાયા છે.