ગુજરાતઃ સૂઇ રહેલા દંપત્તિની કુહાડીના ઘા મારી ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક ઉનામાં વાડી વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. રાત્રીના સમયે દંપત્તિ સુઈ રહ્યું હતું ત્યારે કુહાડીના ઘા મારીને હત્યારાઓએ દંપત્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતા જ એલસીબી સહીત પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અને તેમણે મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને હત્યામાં વપરાયેલો કુહાડો મળી આવ્યો
 
ગુજરાતઃ સૂઇ રહેલા દંપત્તિની કુહાડીના ઘા મારી ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

ઉનામાં વાડી વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. રાત્રીના સમયે દંપત્તિ સુઈ રહ્યું હતું ત્યારે કુહાડીના ઘા મારીને હત્યારાઓએ દંપત્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતા જ એલસીબી સહીત પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અને તેમણે મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને હત્યામાં વપરાયેલો કુહાડો મળી આવ્યો છે. જોકે હત્યાનું કારણ હજું પણ અકબંધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉનામાં પ્રભાસ પાટણના રામપરા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ બનતા હાહાકાર મચી ગયો છે. બનાવની વિગતો એવી છે કે, મૃતક મૂળ બીજ ગામના કોળી રામા સિદી ભાદરકા પત્ની લક્ષ્‍મીબેન સાથે વાડીના મકાનમાં રહેતા હતા. રાત્રીના સમય દંપત્તિ સુઇ રહ્યા હતા તે જ સમયે કોઇ અજાણ્યા ઇસમોએ આવી કુહાડાના ઘા મારી બંનેની કરપીણ હત્યા કરવામાં આવી છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ કારણ જાણવા મળેલ નથી. આ બનાવની જાણ થતાં એલ.સી.બી અને પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાત્રિના અંધારપટમાં ઇસમોએ કોઇ અંગત અદાવત રાખીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. વાડીમાં ડબલ મર્ડર થતાં આજુબાજુના પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ જે દંપત્તિની કરપીણ હત્યામાં વપરાયેલ કુહાડો પોલીસે કબ્ઝે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંન્ને મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે.