ગુજરાત: આર્થિક બિન અનામત આયોગે 21000 લાભાર્થીઓને 95 કરોડ ચુકવ્યા
અટલ સમાચાર,ગાંધીનગર બિન અનામત વર્ગને નિગમની યોજનાઓ ના લાભ અપાવવા બોર્ડ અને સરકાર કટિબદ્ધ છે. સમગ્ર ગુજરાતના જિલ્લા અમલીકરણ અધિકારી તથા સમાજ કલ્યાણ અધિકારીઓની મિટિંગનું બે તબ્બકે આયોજન કરી સહાય તથા લોનની અરજીઓના ઝડપી નિકાલની વ્યવસ્થા ગોઠવવાની સાથે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી હતી. અરજદારોને બિનજરૂરી દસ્તાવેજો અને પુરાવા રજુ કરવામાંથી મુક્તિ આપવામાં
Jul 11, 2019, 16:28 IST

અટલ સમાચાર,ગાંધીનગર
બિન અનામત વર્ગને નિગમની યોજનાઓ ના લાભ અપાવવા બોર્ડ અને સરકાર કટિબદ્ધ છે. સમગ્ર ગુજરાતના જિલ્લા અમલીકરણ અધિકારી તથા સમાજ કલ્યાણ અધિકારીઓની મિટિંગનું બે તબ્બકે આયોજન કરી સહાય તથા લોનની અરજીઓના ઝડપી નિકાલની વ્યવસ્થા ગોઠવવાની સાથે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી હતી. અરજદારોને બિનજરૂરી દસ્તાવેજો અને પુરાવા રજુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બોર્ડ મિટીંગ નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં નિગમની વિવિધ યોજનાઓના અમલીકરણ તથા ભાવિ લક્ષાંક અંગે વિગતે ચર્ચા વિચારણા કરવા આવી હતી. નવા નાણાકીય વર્ષ માં લાભ લેવા માટે આધાર પુરાવા સાથે નિગમની વેબ સાઇટ www.gueedc.gujarat.gov.in પર સત્વરે અરજી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.