ગુજરાતઃ 1 કિલો ટામેટાનો ભાવ 1થી 2 રૂપિયા જતા ખેડૂતોએ કર્યુ આવુ

અટલ સમાચાર, ડેસ્ક કોઈ પણ પાકના વાવેતર પહેલા સારા ભાવ બોલાતા હોય છે. જ્યારે પાક તૈયાર થઈને ખળામાં આવે ત્યારે ભાવ નીચા જતા હોય છે. સારૂ ઉત્પાદન હોવા છતા બજારમાં સારા ભાવ મળતા હોતા નથી પરિણામે ખેડૂતોની મહેનત માથે પડતી હોય છે અને નિરાશા સિવાય કાંઈ સાંપડતુ નથી. ત્યારે, નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામે ખેડૂતોએ ટામેટાનું
 
ગુજરાતઃ 1 કિલો ટામેટાનો ભાવ 1થી 2 રૂપિયા જતા ખેડૂતોએ કર્યુ આવુ

અટલ સમાચાર, ડેસ્ક

કોઈ પણ પાકના વાવેતર પહેલા સારા ભાવ બોલાતા હોય છે. જ્યારે પાક તૈયાર થઈને ખળામાં આવે ત્યારે ભાવ નીચા જતા હોય છે. સારૂ ઉત્પાદન હોવા છતા બજારમાં સારા ભાવ મળતા હોતા નથી પરિણામે ખેડૂતોની મહેનત માથે પડતી હોય છે અને નિરાશા સિવાય કાંઈ સાંપડતુ નથી. ત્યારે, નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ હતુ પરંતુ સારા ભાવ ન મળતા મફતમાં આપ્યા હતા. હાલ ટમેટાના પાકમાં ખેડૂતોની પરિસ્થિતી દયનીય હાલતમાં જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના ખેડૂતો શંકરભાઈ વાસાણી અને મનોજભાઈ વાસાણીએ આઠ એકરમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. વગર સીઝને ટમેટાના ભાવ 50થી 60નો બોલાતો હતો. આ ભાવ જોઈને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરી નાખ્યુ હતુ પરંતુ ભાવ ગગડતા હોલસેલ 1 રૂપિયાથી 2 રૂપિયા ભાવ થતા ખેડૂતોને વીણવા તેમજ માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ વધી જતા તેમજ ફેરિયાઓ દસ રૂપિયાના દોઢ કિલો વેંચતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોએ હવે કોઈ ફાયદો નહિં થાય એમ માનીને મફતમાં વાડીએથી ટમેટા લઈ જવાનું કહેતા આજુબાજુના ગામ લોકો વાડીએ આવીને ટમેટા વીણવા આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે, કમોસમી વરસાદ સહિતના કારણોને લઈને ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવી પડતી હોય છે. ત્યારે, ભાવ વધારા સહિતની બાબતોને લઈને બાગાયતી પાકમાં પણ નુકશાની સહન કરવાનો વખત ખેડૂતોને આવતો હોય છે.