ગુજરાત: લોકડાઉનના પગલે ધોરણ 10-12ના પરિણામમાં વિલંબ થઇ શકે

અટલ સમાચાર,ડેસ્ક દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે 21 દિવસના લોકડાઉનની અસર નાના ઉદ્યોગકારો સહિત ધંધા-રોજગાર પર જોવા મળી છે. ત્યારે હવે રાજ્યના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના પરિણામ પર પણ કોરોનાના કારણે કરાયેલા લોકડાઉનની અસર જોવા મળી રહી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર કોરોના વાયરસના કહેરના કારણે દેભરમાં જ્યાં લોકડાઉન
 
ગુજરાત: લોકડાઉનના પગલે ધોરણ 10-12ના પરિણામમાં વિલંબ થઇ શકે

અટલ સમાચાર,ડેસ્ક

દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે 21 દિવસના લોકડાઉનની અસર નાના ઉદ્યોગકારો સહિત ધંધા-રોજગાર પર જોવા મળી છે. ત્યારે હવે રાજ્યના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના પરિણામ પર પણ કોરોનાના કારણે કરાયેલા લોકડાઉનની અસર જોવા મળી રહી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર કોરોના વાયરસના કહેરના કારણે દેભરમાં જ્યાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં વિલંબ થઇ શકે છે. એક અહેવાલ મુજબ હાલમાં ધોરણ 10 અને 12ની ઉત્તરવહી તપાસવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં લોકડાઉનના પગલે નિયત સમયે આવનારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરિણામોની તારીખમાં ફેરફાર થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હાલમાં સરકાર દ્વારા 14 એપ્રિલ સુધી ઉત્તરવહી તપાસવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જો કે લોકડાઉનના પગલે રાજ્યમાં કેટલાંક શિક્ષકો દ્વારા શિક્ષણ બોર્ડને ઘરે ઉત્તરવહીઓ તપાસવા માગ કરી હતી. જો કે આ અંગે રાજ્યના શિક્ષણ બોર્ડના ચેરમને આ અંગે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેને સ્પષ્ટ જણાવ્યું છે કે ઉત્તરવહી ઘરે ન આપી શકાય. ધોરણ 10 અને 12ના કુલ 17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.