ગુજરાતઃ તરછોડાયેલી બાળકીના શરીર પર તીક્ષ્‍‍ણ હથિયારનાં ઘા જોઇ લોકોએ હોસ્પિટલ પહોંચાડી

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગર રોડ પર મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી બુધવારે એટલે ગઇકાલે આશરે 11 કલાકે નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીને કુતરૂં પોતાનાં મોંમાં લઇને દોડી રહ્યું હતું. આ દ્રશ્ય કેટલાક યુવાનોએ જોતા તરત જ કૂતરાને પથ્થરો મારતા બાળકીને છોડીને તે ભાગી ગયો હતો. જે બાદ આ યુવાનોએ 108ની ટીમને બોલાવીને
 
ગુજરાતઃ તરછોડાયેલી બાળકીના શરીર પર તીક્ષ્‍‍ણ હથિયારનાં ઘા જોઇ લોકોએ હોસ્પિટલ પહોંચાડી

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર રોડ પર મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી બુધવારે એટલે ગઇકાલે આશરે 11 કલાકે નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીને કુતરૂં પોતાનાં મોંમાં લઇને દોડી રહ્યું હતું. આ દ્રશ્ય કેટલાક યુવાનોએ જોતા તરત જ કૂતરાને પથ્થરો મારતા બાળકીને છોડીને તે ભાગી ગયો હતો. જે બાદ આ યુવાનોએ 108ની ટીમને બોલાવીને પ્રાથમિક સારવાર માટે સિવિલમાં કે.ટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે, ઠેબચડા અને રાજકોટના યુવકો ક્રિકેટ રમીને ઠેબચડાની સીમમાં ભીચરી તરફથી મહિકા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર એક કૂતરું નજરે પડ્યું હતું જેના મોંમાં બાળકી હતી અને તેની પાછળ બે શ્વાન દોડી રહ્યા હતા. જે બાદ યુવાનોએ બાળકીને બચાવી અને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીની સારવાર કરી રહેલા ડૉક્ટર જયદીપ ગણાત્રાએ જણાવ્યું કે, ‘બાળકીને શરીર પર મલ્ટીપલ ઇજા છે. કૂતરાનાં મોંમા બાળકી હતી તેનીઇજા તો છે જ પરંતુ શરીરમાં બગલ, પગ અને પીઠનાં ભાગે જે ઘા છે તે તીક્ષ્‍ણ હથિયારના હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બાળકીને 20 જેટલા ઘા ઝીંકાયા છે જે એકથી દોઢ સે.મી. ઊંડા છે.’