ગુજરાતઃ વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ બંદર, આ જીલ્લામાં બનશે

અટલ સમાચાર, ડેસ્ક મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ગુજરાતના મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. હવે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ બનશે. CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની સી.એન.જી.ની
 
ગુજરાતઃ વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ બંદર, આ જીલ્લામાં બનશે

અટલ સમાચાર, ડેસ્ક

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ગુજરાતના મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. હવે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ બનશે. CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે. આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન કરે છે અને વાર્ષિક 3 મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલિઅન આ પ્રોજેકટની હશે.કોણ કરી રહ્યું છે રોકાણ?

યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રુ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રુ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રુ.1900 કરોડનું મૂડી રોકાણ કરશે. આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રાજય સરકારની બૂટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે. ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આ ટર્મિનલ સ્થાપવા માટે જરુરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબ્લિીટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી. વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પણ પૂર્ણ કરવામાં આવેલ છે.