ગુજરાત: સરહદ પર બંધ ચેકપોસ્ટમાંથી કરોડોના માલસામાનની ચોરી: સુત્રો

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્સ, વાયર અને ટેબલ ચેર સહિતના અન્ય સાધનોની ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા દિવાળી પર અચાનક આ પોસ્ટ્સ બંધ થતાં ચોરોએ કરોડો રૂપિયાના માલ ઉપર હાથ
 
ગુજરાત: સરહદ પર બંધ ચેકપોસ્ટમાંથી કરોડોના માલસામાનની ચોરી: સુત્રો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્સ, વાયર અને ટેબલ ચેર સહિતના અન્ય સાધનોની ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા દિવાળી પર અચાનક આ પોસ્ટ્સ બંધ થતાં ચોરોએ કરોડો રૂપિયાના માલ ઉપર હાથ સાફ કરી દીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત: સરહદ પર બંધ ચેકપોસ્ટમાંથી કરોડોના માલસામાનની ચોરી: સુત્રો

રાજસ્થાન સરહદે શામળાજી, અંબાજી અને અમીરગઢના ચેકપોસ્ટ સહિત લગભગ 10 ચેકપોસ્ટ છે. અહીં આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી કેમેરા, વાયર, ટેબલ, ખુરશીઓ અને કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા. આ ચોકીઓ બંધ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડને પણ હટાવવામાં આવ્યા હતા. આરટીઓ સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ ચેકપોસ્ટોને બંધ કરી દીધી છે. તેના અવેજીની વ્યવસ્થા નહોતી કરાઈ. આ ચેકપોસ્ટમાંથી સુરક્ષાકર્મીઓને હટાવ્યા બાદ કરોડો રૂપિયાના ફર્નિચર સહિતના આધુનિક સાધનો ચોરી ગયા છે. જો કે આરટીઓ કાર્યકરો આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ કહ્યું કે, આ સમગ્ર મામલો રાજ્ય સરકારમાં વિચારણા હેઠળ છે. જ્યારે ઇન્સ્પેક્ટર એસોસિએશને આ અંગેની પરિસ્થિતિથી પરિવહન સચિવને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.