ગુજરાત: 5 વર્ષમાં આ શહેર પરવાનાવાળા હથિયારોનાં વેચાણમાં બીજા ક્રમે

અટલ સમાચાર, રાજકોટ ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જે સત્રમાં કેટલાક અતરંગી પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પરવાનાવાળા હથિયારોનું વેચાણ કેટલું છે તે અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે પ્રશ્નનાં જવાબમાં 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગન રિવોલ્વર પિસ્તોલ અને રાઇફલનું વેચાણ
 
ગુજરાત: 5 વર્ષમાં આ શહેર પરવાનાવાળા હથિયારોનાં વેચાણમાં બીજા ક્રમે

અટલ સમાચાર, રાજકોટ

ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જે સત્રમાં કેટલાક અતરંગી પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પરવાનાવાળા હથિયારોનું વેચાણ કેટલું છે તે અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે પ્રશ્નનાં જવાબમાં 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગન રિવોલ્વર પિસ્તોલ અને રાઇફલનું વેચાણ થવા પામ્યું છે. જે વેચાણ થવા પામ્યું છે તેમાં અમદાવાદ ગુજરાતમાં 1340 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં સૌથી મોખરે હતું. જ્યારે રાજકોટ શહેર 1161 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં બીજા નંબર પર હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત વિધાનસભાના સત્રમાં જે આંકડા સામે આવ્યા છે તે આંકડા જોતા સૌ કોઈ ને એવું લાગે કે, અમદાવાદ બાદ રાજકોટમાં પણ ગન કલ્ચરનો ક્રેઝ વધ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષનાં લાયસન્સ બ્રાંચના આંકડા તરફ નજર કરીએ તો ખૂબ ઓછા પ્રમાણમાં ગનનાં લાયસન્સ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે. લાયસન્સ બ્રાન્ચનાં સૂત્રોનું માનીએ તો મિનીમમ 88 ટકા જેટલી પરવાનાવાળા હથિયાર માટેની અરજીઓ પોલીસ કમિશનર દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એવા જ અરજદારોને પરવાનાવાળા હથિયાર માટેની મંજૂરી આપવામાં આવે છે કે જેને ખરા અર્થમાં હથિયારની તાતી જરૂરિયાત જણાતી હોય.