ગુજરાત: આ સ્કૂલ કોરોના વોરિયર્સના બાળકોને 1 વર્ષ સુધી મફતમાં ભણાવશે

અટલ સમાચાર,ડેસ્ક હાલ કોરોના મહામારીના ચાલી રહેલ તબક્કામાં કોરોના વોરીયર્સ તરીકે કામ કરી રહેલા ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મચારીઓ તેમજ કોવીડ-૧૯માં ફરજ બજાવતા સરકારી કર્મચારીના બાળકોને બાલમંદિરથી ધો.૧૨ સુધી એક વર્ષ મફત શિક્ષણ આપવા સારથી વિદ્યા સંકુલના સંચાલકોએ જાહેર કર્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કોરોના વાયરસના કહેર વચ્ચે ભાવનગરની સ્કુલે
 
ગુજરાત: આ સ્કૂલ કોરોના વોરિયર્સના બાળકોને 1 વર્ષ સુધી મફતમાં ભણાવશે

અટલ સમાચાર,ડેસ્ક

હાલ કોરોના મહામારીના ચાલી રહેલ તબક્કામાં કોરોના વોરીયર્સ તરીકે કામ કરી રહેલા ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મચારીઓ તેમજ કોવીડ-૧૯માં ફરજ બજાવતા સરકારી કર્મચારીના બાળકોને બાલમંદિરથી ધો.૧૨ સુધી એક વર્ષ મફત શિક્ષણ આપવા સારથી વિદ્યા સંકુલના સંચાલકોએ જાહેર કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના કહેર વચ્ચે ભાવનગરની સ્કુલે સરાહનિય નિર્ણય કર્યો છે. પોતાની જાનને જોખમમાં મુકી લોકોને બચાવવા ઉભેલા તમામ દેવ સમાન સરકારી કર્મચારી જેવા કે ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મમચારી અને કોવીડ-19 ફરજ બજાવતા સમગ્ર ગુજરાતના તમામ સરકારી કર્મચારીના બાળકોને ભાવનગર શહેર કાળીયાબીડ વિસ્તારમાં આવેલા સારથી વિદ્યા સંકુલ દ્વારા બાલમંદિરથી ધો. 12(સાયન્સ, કોમર્સ, આર્ટસ)માં કોઇપણ ધોરણ કે ફેકલ્ટીમાં એક વર્ષ વિનામુલ્યે કોઇ પણ ફી લીધા વિના આ સંસ્થા અભ્યાસ આપશે તેવો મહત્વનો નિર્ણય સારથી વિદ્યાસંકુલ સંસ્થાના પ્રમુખ અને સંચાલક દ્વારા જણાવવામાં આવ્યુ હતું. અને આ પ્રેરણાદાયી પગલાને ડીઇઓએ પણ આવકાર્યું છે.