ગુજરાતઃ નશા માટેની યુક્તિ, ચોકલેટની જેમ ગાંજાની ગોળીઓ આવી બજારમાં

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં નશા માટે નવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. શહેર અને જીલ્લાના અમુક પાનના ગલ્લા પર અને કરીયાણાની દુકાનોમાં ચોકલેટ મુજબની પડીકી બનાવી કેફી પદાર્થ હોવાની પોલીસને આશંકા હોવાના કારણે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 5,000થી વધુ ગોળીઓ જપ્ત કરી પોલીસે ઝડપી પાડી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાતઃ નશા માટેની યુક્તિ, ચોકલેટની જેમ ગાંજાની ગોળીઓ આવી બજારમાં

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં નશા માટે નવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. શહેર અને જીલ્લાના અમુક પાનના ગલ્લા પર અને કરીયાણાની દુકાનોમાં ચોકલેટ મુજબની પડીકી બનાવી કેફી પદાર્થ હોવાની પોલીસને આશંકા હોવાના કારણે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 5,000થી વધુ ગોળીઓ જપ્ત કરી પોલીસે ઝડપી પાડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં ચોકલેટ જેવી ગાંજા-ભાંગની ગોળીઓ પાન અને કરિયાણાની દુકાને વેચાવા માંડી છે. નશીલા પદાર્થોના મિશ્રણવાળી આ ગોળીઓ ચોકલેટ જેવાં પાઉચ પેકિંગમાં આવે છે અને નજરે જોતા શંકા પણ ન જાય કે આ ગાંજા-ભાંગની ગોળી છે. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં અને મેટોડા જેવા આજુબાજુના વિસ્તારોમાં આ પડીકી ખુબ વેચાણ થઇ રહી છે. આ ગોળીઓ વિજયાવટી (ઈન્દોરી) ગોળી તરીકે ઓળખાય છે. જોકે આ પડીકીના ભાવ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. પછાત વિસ્તારોમાં દસ રૂપિયાની એક પડીકી તો સારા વિસ્તારોમાં 30 થી 45 રૂપિયાના ભાવે આ ગોળીઓ વેચાઈ રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાંગ-ગાંજાની ચોકલેટમાં વાસ નથી આવતી એટલે નશાખોર પકડાતા નથી તેને કારણે ગોળીઓ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. યુવાધનને ખોખલું કરતી આ નશાકારક વસ્તુઓ વેચતા ધંધાદારીઓ પર તત્કાલ દરોડા પાડી પકડી લેવા અને વેચાણ બંધ કરાવવા લોકોની માંગ ઉઠી છે. શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓ શ્રમિક વિસ્તારો સરાજાહેર નશાકારક ગોળીઓ વેચાતા ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે હવે આવી નશાકારક પડીકીની શંકાને કારણે અલગ અલગ જગ્યાઓ પરથી પડીકીનો જથ્થો જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યો છે.