ગુજરાતઃ દંડની વસુલાત કરવા ટ્રાફિક પોલીસ ખંભે સ્પાય કેમેરા લગાવશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકાર દ્વારા નવા ટ્રાફિકના નિયમો લાગુ કર્યા પછી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે. લોકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ઘણા નવતર પ્રયોગ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં
 
ગુજરાતઃ દંડની વસુલાત કરવા ટ્રાફિક પોલીસ ખંભે સ્પાય કેમેરા લગાવશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા નવા ટ્રાફિકના નિયમો લાગુ કર્યા પછી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે. લોકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ઘણા નવતર પ્રયોગ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ એક મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવાની છે અને સાથે-સાથે હવે નિયમ ભંગ કરતા લોકો પાસેથી દંડની વસુલાત કરવા માટે ટ્રાફિક પોલીસ પોતાના ખંભે સ્પાય કેમેરા લગાવશે.

એક રિપોર્ટ અનુસાર રાજ્યની ટ્રાફિક પોલીસ આગામી સમયમાં આધુનિક રીતે વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરશે. રાજ્યની ટ્રાફિક પોલીસ માટે સ્પાય કેમેરા, ઈન્ટરસેપ્ટર વાન, સ્પીડ ગન અને સ્થળ પર વાહન ચાલક પાસેથી કેસલેસ દંડની વસુલાત કરવા માટે સ્વાઈપ મશીનો ખરીદવા માટેની પ્રક્રિયા છેલ્લા 6 મહિનાથી ચાલતી હતી. હવે ટ્રાફિક પોલીસને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 260 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ પૈસામાંથી આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ માટે 1000 સ્પાય કેમેરા, 200 સ્પીડ ગન, 25 ઈન્ટરસેપ્ટર વાન અને ખાસ કરીને 1000 સ્વાઈપ મશીનની ખરીદી કરવામાં આવશે. જેમાં સૌથી વધારે સ્વાઇપ મશીન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસને આપવામાં આવશે અને સ્વાઈપ મશીનથી દંડ વસૂલ કરવાનું કામ 1 જાન્યુઆરી 2020થી શરૂ કરી દેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સ્પાય કેમેરાની ખરીદી કર્યા પછી અલગ-અલગ શહેરમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના ખંભે આ કેમેરાઓ લગાવવામાં આવશે. આ કેમરાની મદદથી નિયમભંગ કરતા વાહન ચાલકોના ફોટા કંટ્રોલરૂમમાં મોકલી શકાશે અને દંડ ભરતા સમયે વાહન ચાલકો સાથે ઘર્ષણના દૃશ્યો પણ કેમેરામાં કેદ થઇ જશે એટલે પોલીસ પાસેથી એક પુરાવો પણ રહેશે.