ગુજરાત: રાજ્યની મેડિકલ કોલેજોમાંથી 100થી વધુ ડોક્ટરો-પ્રોફેસરોની ટ્રાન્સફર

અટલ સમાચાર,ડેસ્ક રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આગામી બે માસની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ ઇન્સ્પેક્શનના પગલે એકસાથે 100થી વધારે ડોક્ટર-અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારી કોલેજમાંથી કેટલાક અધ્યાપકોને સોસાયટી સંચાલિત કોલેજોમાં મુકવામાં આવ્યા છે જયારે કેટલાક સોસાયટીની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને સરકારી કોલેજમાં પણ ટ્રાન્સફર કરવામાં
 
ગુજરાત: રાજ્યની મેડિકલ કોલેજોમાંથી 100થી વધુ ડોક્ટરો-પ્રોફેસરોની ટ્રાન્સફર

અટલ સમાચાર,ડેસ્ક

રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આગામી બે માસની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ ઇન્સ્પેક્શનના પગલે એકસાથે 100થી વધારે ડોક્ટર-અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારી કોલેજમાંથી કેટલાક અધ્યાપકોને સોસાયટી સંચાલિત કોલેજોમાં મુકવામાં આવ્યા છે જયારે કેટલાક સોસાયટીની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને સરકારી કોલેજમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે આ ટ્રાન્સફરના પગલે આગામી સત્રમાં અનેક કોલેજોમાં ભારે મુશ્કેલી ઉભી થાય તેમ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કાઉન્સિલ અસ્તિત્વમાં આવવાની છે. આગામી તા.1લી ડિસેમ્બર સુધીમાં એનએમસી લાગુ થાય તે પહેલા જ કાઉન્સિલ દ્વારા નવી કોલેજની મંજુરી અને નવી બેઠકો માટે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં રાજસ્થાનની મેડિકલ કોલેજોમાં ઇન્સ્પેક્શન શરૂ કરી દેવામા આવ્યુ છે. આગામી દિવસોમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પણ ઇન્સ્પેક્શન શરૂ થવાનુ છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે વધુ પાંચ મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી કોલેજ શરૂ થાય તે પહેલા ઇન્સ્પેક્શન કરવામાં આવતુ હોય છે.

મહત્વની વાત એ કે જે જગ્યાએ નવી કોલેજોની મંજુરી લેવાની છે ત્યાં હાલમાં કોઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેના કારણે મોટી સંખ્યામાં અધ્યાપકોની ટ્રાન્સફર કરવામાં આવી છે. બી.જે. મેડિકલ કોલેજ સહિત તમામ કોલેજોમાંથી 102 અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. બી.જે.મેડિકલમાંથી ૨૦થી વધારે ડોક્ટર અધ્યાપકોની ટ્રા્ન્સફર કરી દેવામાં આવી છે.