આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

નવા નરોડામાં રહેતાં માતા અને બહેનને સાવકા બે દીકરાએ પેન્ટ ઉતારીને અશ્લીલ હરકત-છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નવા નરોડામાં રહેતી મહિલાએ તેના સાવકા બે દીકરા વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. મહિલા પતિની બીજી પત્ની છે, તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. મહિલા તેની ર૧ વર્ષની દીકરી સાથે રહે છે. મહિલાના પતિની પ્રથમ પત્નીને ચાર સંતાન છે, તેમાંથી બે દીકરા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદના નરોડા વિસ્તારમાં તા ૯ ડિસેમ્બરના રોજ માતા અને દીકરી તેમની ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ કૃષ્ણનગર ખાતે બપોરના બે વાગ્યાની આસપાસ ઓફિસમાં બેઠાં હતાં. આ દરમિયાન તેમના બે સાવકા દીકરા રાકેશસિંઘ અને મનોજસિંઘે ઓફિસમાં આવીને માતા અને બહેનને કહ્યું કે તમે અહીંયાં કેમ આવીને બેઠાં છો. તેઓ આમ કહીને બીભત્સ ગાળો બોલ્યા હતા. ત્યાર બાદ રાકેશે પેન્ટ ઉતારીને માતા અને બહેનની છેડતી કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અશ્લિલ હરકત કરી બંને ભાઈએ ધમકી આપી હતી કે, હવે તલવાર પણ ચાલશે, કટ્ટા પણ આવશે અને તમે બંને એક્ટિવા પર જતાં હશો ત્યારે ટક્કર પણ મરાવી દઇશું તથા જાનથી મારી નાખીશું. તેમ કહેતાં માતા અને બહેને સાવકા ભાઈઓ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code