આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં જ આ મામલે લલિત વસોયાએ સફાઈ આપતાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો આ વીડિયો તેમનાં એક કાર્યકરે ફેસબુક પર મુક્યો છે. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતાં દિનેશ પટેલે લખ્યું છે કે, હંમેશા ધાર્યું નિશાન પાર પાડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લલિત વસોયાના કાર્યકરે પોસ્ટ કરેલ આ વીડિયો થોડા જ સમયોમાં ધડાધડ વાયરલ થઈ ગયો હતો. એકબાજુ લલિત વસોયાના તારીફમાં કરાયેલો આ વીડિયો તેમના માટે જ ભારે પડી ગયો હતો. કેમ કે, ફાયરિંગ કરવાનો વીડિયો પોસ્ટ થયા બાદ લલિત વસોયા બરાબરના ભરાયા હતા. અને આ મામલે પોતાના બચાવમાં સફાઈ આપતાં જોવા મળ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ આ મામલે કહ્યું કે, રિવોલ્વરનું લાયસન્સ લેવા માટે પ્રેક્ટિસ કરતો હતો. તેના ફોર્મ સાથે વીડિયો અને ફોટા આપવાના હોય છે. મારા મિત્રએ આ વીડિયો ભૂલથી વાઈરલ કરી દીધો છે. અને મેં આ વીડિયો ડિલિટ મારી દેવા માટે ટેકેદારને સૂચના આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code