ગુજરાત: કોરોનાથી 3ના મોત બાદ આ શહેરમાં લોકો ઘરમાં જ રહે તો સારૂ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાની મહામારીએ પોતાનો ફેણ ઉપાડ્યો છે અને ગુજરાતમાં 64 કેસ સાથે 5 મોત નોંધાઈ ચુક્યા છે ત્યારે એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવના 3 દર્દીના મોત થઈ ચૂક્યા છે. જે આંકડો અમદાવાદને ડેન્જર ઝોનમાં મૂકે છે. જો અમદાવાદીઓ નહીં ડરે તો પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે છે. કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વની સાથે
 
ગુજરાત: કોરોનાથી 3ના મોત બાદ આ શહેરમાં લોકો ઘરમાં જ રહે તો સારૂ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાની મહામારીએ પોતાનો ફેણ ઉપાડ્યો છે અને ગુજરાતમાં 64 કેસ સાથે 5 મોત નોંધાઈ ચુક્યા છે ત્યારે એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવના 3 દર્દીના મોત થઈ ચૂક્યા છે. જે આંકડો અમદાવાદને ડેન્જર ઝોનમાં મૂકે છે. જો અમદાવાદીઓ નહીં ડરે તો પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે છે. કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આ જ વાતની ગંભીરતા ગુજરાતમાં પણ લેવા જેવી છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ પોઝિટીવ કેસની સંખ્યા 61 થઈ ગઈ છે. આ સાથે જ અમદાવાદમાં પણ કોરોના કેસમાં ગુજરાતમાં ટોપ પર આવી રહ્યું છે. અહીં પોઝિટીવ કેસની સંખ્યા 24 પહોંચી છે જેમાંથી 3ના મોત થઈ ચુક્યા છે.

ગુજરાતમાં સૌથી ચિંતાજનક સ્થિતી એ છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ 3 કેસના મોત તો એકલા અમદાવાદમાં જ થયા છે. ત્યારે આ બાબતે અમદાવાદની સ્થિતી ધીમે ધીમે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું હોય તેવું લાગી રહ્યું છે.અમદાવાદમાં જે 3 વ્યક્તિના મોત થયા છે, તેમાં એક દર્દીનું મોત એસવીજી હોસ્પિટલમાં સારવાર 24 માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. જ્યાં આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો હતો.