ગુજરાત: અમિત શાહે 7000 કેમેરા લગાવવાનું કહેતા જયરાજસિંહે શું કહ્યુ ?

અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તેઓ સાઈબર ક્રાઈમને અટકાવતી વિશ્વાસ અને આશ્વત એપ્સનું લોકાર્પણ કર્યુ છે. સાથે સાથે ૧૨૫૬ જેટલા જંક્શન પર ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે પરંતુ મેન્ટેનન્સ માટે તંત્ર ધ્યાન પણ આપતું
 
ગુજરાત: અમિત શાહે 7000 કેમેરા લગાવવાનું કહેતા જયરાજસિંહે શું કહ્યુ ?

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તેઓ સાઈબર ક્રાઈમને અટકાવતી વિશ્વાસ અને આશ્વત એપ્સનું લોકાર્પણ કર્યુ છે. સાથે સાથે ૧૨૫૬ જેટલા જંક્શન પર ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે પરંતુ મેન્ટેનન્સ માટે તંત્ર ધ્યાન પણ આપતું નથી. જેના કારણે જજ બંગલો ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરા હાલ લટકી પડ્યા છે. જેને સરખા કરવામાં પણ કોઈ અધિકારીને રસ નથી લાગી રહ્યો.અને પોલીસ અને તંત્રને માત્રને માત્ર મોટી વાતો જ કરવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે કોંગ્રેસના જયરાજસિંહ પરમારે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યુ છે કે, અમિત શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ સત્ય પારખવાની દ્રષ્ટિ ક્યાંથી લાવશે ? સરકારે કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે જેથી ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી /પેન્ટવાળાના ફુટેજ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપોઆપ અદ્રશ્ય થઈ જાય.

ગુજરાત: અમિત શાહે 7000 કેમેરા લગાવવાનું કહેતા જયરાજસિંહે શું કહ્યુ ?

જયરાજસિંહે આ સાથે જણાવ્યુ હતુ કે, જે પોલીસખાતુ કાયદાના બદલે ભાજપના ફાયદા મુજબ વર્તવા મજબુર છે એ બિચારૂ સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો પછી પણ કરી શું લેશે ? જ્યાં પોલીસ નજરે જોયેલી ઘટનામાં એબીવીપીના તોફાનીઓ વિરુદ્ધ નામજોગ એફઆઈઆર કરતાં ડરતી હોય તેને કેમેરા હોય કે ના હોય શું ફરક પડે? પાટીદાર આંદોલન વખતે પણ પોલીસ અત્યાચારના ફુટેજ મળ્યા જ હતા, કેટલા ને સજા થઈ ? હાલની જ એનેસયુઆઈ પર ભાજપની પુર્વ નિયોજીત ગુંડાગીરી પણ કેમેરે કંડારાઈ છે, પોલીસે શું કરી લીધુ? આજેય ટ્રાફિક સીગ્નલ પર સીસીટીવી છે જ પણ ચાર રસ્તે ઉભેલા પોલીસની આંખમાં શટલીયા રીક્ષા નથી પકડાતી પણ નાના ભુલકા સાથે જતા માતા પિતા ત્રણ સવારીમાં તરત પકડાઈ જાય આ કેવુ?

ગુજરાત: અમિત શાહે 7000 કેમેરા લગાવવાનું કહેતા જયરાજસિંહે શું કહ્યુ ?

કોંગ્રેસના જયરાજસિંહે કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, અમિત શાહ આ સીસીટીવી લગાડી ને પોતાના પગ પર જ કુહાડો મારતા હોય એવું લાગે છે. કેમકે ભાજપના મળતીયાઓ કે ભાજપની યોજના મુજબ કાયદો હાથમાં લેનાર સીસીટીવીમાં પકડાય અને પોલીસ તેમને ના પકડે એટલે ઉઘાડી ભાજપ પડે. આ સ્થિતિમાં મારી વણમાગી સલાહ છે કે મોટાભાઈ એ આ કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી /પેન્ટવાળાના ફુટેજ ઓટોમેટીક અદ્રશ્ય થઈ જાય. આમેય મોર્ફીંગમાં ભાજપ આઈટીસેલ નિષ્ણાત છે. આમ કરવાથી મોટાભાઈ અને પોલીસ બંન્નેની આબરૂ સચવાઈ જશે.