ગુજરાત: કોરોનાથી મૃત્યુઆંક વધવા પાછળ વાયરસનો L સ્ટ્રેન શું છે ? જાણો એક ક્લિકે 

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 133 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે વધતા સંક્રમણો અને મૃત્યુઆંક પાછળ વૈજ્ઞાનિકોએ કારણ શોધ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોના વાયરસનાં L સ્ટ્રેનનાં કારણે સંક્રમણ વધી રહ્યું છે. જ્યારે કેરળમાં કોરોનાનાં S સ્ટ્રેનનાં કારણે જ મોતનો આંકડો ઘણો ઓછો થયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ગુજરાત: કોરોનાથી મૃત્યુઆંક વધવા પાછળ વાયરસનો L સ્ટ્રેન શું છે ? જાણો એક ક્લિકે 

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 133 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે વધતા સંક્રમણો અને મૃત્યુઆંક પાછળ વૈજ્ઞાનિકોએ કારણ શોધ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોના વાયરસનાં L સ્ટ્રેનનાં કારણે સંક્રમણ વધી રહ્યું છે. જ્યારે કેરળમાં કોરોનાનાં S સ્ટ્રેનનાં કારણે જ મોતનો આંકડો ઘણો ઓછો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની હાજરીમાં ડૉક્ટર અતુલ પટેલે મીડિયાને જણાવ્યું કે, કોરોના વાયરસનાં બે અલગ અલગ સ્ટ્રેન છે. જેમાંથી એક L સ્ટ્રેન છે અને બીજો S સ્ટ્રેન છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, L સ્ટ્રેન ચીનનાં વુહાનનાં ઓરિજીનલ સ્ટ્રેન છે જે ઘણાં ખતરનાક છે. આના કારણે દર્દીનું મોત નીપજે છે. જ્યારે L સ્ટ્રેનનાં મ્યુટેશનથી S સ્ટ્રેન બન્યો છે જે સરખામણીમાં ઓછો ઘાતક છે.

ડૉક્ટર અતુલ પટેલે કોરોના અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, કેરળ સરકારનાં મેડિકલ સલાહકાર પ્રમાણે, ત્યાં નોંધાયેલા કેસોમાં મહત્તમ લોકો દુબઇથી આવ્યાં હતાં. દુબઇમાં S સ્ટ્રેન છે. એટલે કેરળમાં કોરોનાનો પ્રભાવ વધારે ન હતો. જ્યારે ગુજરાતમાં અમેરિકા અને યુરોપનાં દેશોમાંથી આવનાર લોકોની સંખ્યા વધારે છે. જ્યાં એલ સ્ટ્રેન કોમન છે. જેના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ઊંચે જઇ રહ્યો છે.

નોંધનીય છે કે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ત્રણ સ્ટ્રેન ફેલાયા છે. તેમાં ચીન, અમેરિકા અને યૂરોપના સ્ટ્રેન સામેલ છે. ICMR પ્રમાણે, આ ત્રણેયમાં ખૂબ ઓછું અંતર છે. પાછલા સપ્તાહે ICMRએ કહ્યું હતું કે, વુહાનથી એરલિફ્ટ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ અને અહીં ફેલાયેલ વાયરસનું સ્ટ્રેન ચીની સ્ટ્રેન જેવું હતું. ઇટાલી અને અમેરિકામાં ફેલાયેલા વાયરસનું જીનોમ બાકી દેશોથી અલગ છે કારણ કે લોકો ટ્રાવેલ વધુ કરે છે. અમને કેટલાક સપ્તાહમાં ખ્યાલ આવશે કે ક્યો સ્ટ્રેન વધુ ફેલાયો છે. સારી વાત છે કે આ વાયરસ જલદી-જલદી મ્યૂટેટ કરતો નથી.