આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાની મહામારીથી સૌથી મોટી સમસ્યા સરકારને સ્લમ, સુપર સ્પ્રેડર અને સીનિયર સીટિઝનની છે. અહીંથી કોરોના વધવાનો સૌથી મોટો ખતરો છે. હાલમાં લોકડાઉન વચ્ચે સેવાભાવી સંસ્થાઓ પણ દિલ ખોલીને દાન કરી રહી છે. રાજ્યમાં કોઈ ભૂખ્યા ના સૂએ માટે સરકારે પણ વ્યવસ્થા કરી છે. સેવાભાવી સંસ્થાઓએ પણ હાલમાં રાત-દિવસ એક કરી રહી છે ત્યારે રૂપાણી સરકારના એક મંત્રીની હાલમાં ફેસબુક પોસ્ટ સતત વાયરલ થઈ રહી છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાલ તેમની ફેસબુક કૉમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીના ઓફીસીઅલ ફેસબુક એકાઉન્ટમાં એક કોમેન્ટના પ્રતિઉત્તરમાં તેઓએ એવો જવાબ આપ્યો છે કે, ‘આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે. આવી ભાષા પ્રયોગથી લોકો સ્તબ્ધ બની ગયા છે’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાલ તેમની ફેસબુક કૉમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીના ઓફીસીઅલ ફેસબુક એકાઉન્ટમાં એક કોમેન્ટના પ્રતિઉત્તરમાં તેઓએ એવો જવાબ આપ્યો છે કે, ‘આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે. આવી ભાષા પ્રયોગથી લોકો સ્તબ્ધ બની ગયા છે’ આ પ્રકારની ભાષા એક મંત્રીને શોભે તેવી નથી. મંત્રીએ સમજવાની જરૂર છે કે આ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક યૂઝર્સ કોઈ પણ કમેન્ટ કરી શકે છે એને ટાળવાની જગ્યાએ મંત્રીએ પણ એજ ભાષામાં જવાબ આપ્યો છે. જેની ટીકા થઈ રહી છે. ઘણા લોકો આ વિશ્વાસ પણ કરી શક્યા નથી કે ખરેખર આ કુમાર કાનાણીનું ઓફિશિયલ ફેસબુક પેજ છે કે નહીં એટલે ઘણા યૂઝર્સે ‘કુમાર કાનાણી તમારું ફેસબુક હેક થયું લાગે છે, બાકી આરોગ્ય મંત્રીની ભાષા આવી ન હોય’ એવી ચિંતા વ્યક્ત કરી છે.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું આ ફેસબુક એકાઉન્ટ બનાવટી પણ નથી. કારણ કે, આ ફેસબુક એકાઉન્ટ બ્લુ ટીક વાળું ઓથેન્ટિકેટ થયેલું છે. 27-04-2020ના રોજ કુમાર કાનાણીના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટ સુરત મોટાવરાછા ખાતે એક ફ્લેટની મુલાકાત સમયની હતી. જેમાં એક વ્યક્તિએ એવી કોમેન્ટ લખી હતી કે, ‘તમે થાઓ ભેગા, જુઓ લોકડાઉન તોડવાનો કાયદો, 2 દંડા ખાવાના વધારાના’ જેના રિપ્લાયમાં કાનાણીએ જણાવ્યું હતું કે, ‘આ બધાને કોણ તમારો બાપ ખવરાવશે’. આ ઉપરાંત પણ એક યૂઝર્સે ખોટા ખર્ચ કરવાના રહેવા દો, હશે તે ખાવા થશે. સમજાય તેને વંદન આ પોસ્ટ પર પણ કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, તમારું ધ્યાન રાખો, ગામની ચિંતા ન કરવી. કુમાર કાનાણીની આ પોસ્ટ પર વંદન કુમાર નામના એક યૂઝર્સે રિપ્લાય આપ્યો હતો કે, ગામની કરે છે એટલે જ સલાહ આપે છે. ઘરે રહો એમ કહેવાને બદલે બધાને ઘર બહાર કાઢીને રોડ પર ભેગા ન કરાય.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code