આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત રાજયને મુંબઇ સહિતના મહાનગરો બનાવવાની ગતિવિધિ શરૂ થઇ છે. રાજય સરકારે કેબિનેટમાં દુકાનોની નોંધણી અને ખુલ્લી રાખવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં ધંધાની શરૂઆતમાં એક જ વાર નોંધણી કરવાની જયારે કેટલીક શરતોને આધિન ર૪ કલાક દુકાનો ખુલ્લી રાખવા છુટ અપાઇ છે. જેને આગામી વિધાનસભા બેઠકમાં કાયદામાં સુધારો કરી અમલ કરાશે.

રાજય સરકારે કેબિનેટ બેઠકમાં બે મહત્વના સુધારાઓ કરી રીટેલ દુકાનદારો-વ્યવસાયકારોને આનંદિત કર્યા છે. અગાઉ દર વર્ષે રીટેલ દુકાનની નોંધણી થતી તે હવે દુકાન શરૂ કર્યાના એક જ વાર કરવાની રહેશે. એટલે કે, જયાં સુધી સ્થળ અને ધંધાના પ્રકારમાં ફેરફાર ન આવે ત્યાં સુધી નોંધણી કરાવવાની જરૂર નથી. આ સાથે મુંબઇ જેવા મહાનગરની જેમ રોજગારી અને નફો વધારવાની ગણતરીએ કેટલીક શરતો સાથે ર૪ કલાક દુકાન ખુલ્લી રાખવા છુટ આપી છે.

રાજયની ૭ લાખથી વધુ દુકાનો પૈકી હાઇવે માર્ગ અને ઓઇલપંપ સહિતના સ્થળે આવેલી દુકાનો માટે સમય મર્યાદા દુર કરવામાં આવી છે. સુરક્ષા સહિતની કેટલીક જોગવાઇઓના પાલનને અંતે આવી દુકાનો ર૪ કલાક ખુલ્લી રાખી શકાશે. આગામી દિવસોએ કાયદામાં સુધારા બાદ અમલવારીને અંતે દુકાનધારકો તેનો લાભ મેળવી શકશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code