ગુજરાત: નવા મંત્રીઓ માટે 15 ઈનોવા અથવા ક્રેટા કાર ખરીદાશે

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ સરકારે મંત્રી મંડળના વિસ્તરણની કામગીરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મંત્રી પદની સાથે સાથે જરૂરી સુવિધા પણ મળી રહે તે માટે સરકારે ૧૫ ઈનોવા કે ક્રેટા કારની ખરીદીની દરખાસ્ત CMO (મુખ્યમંત્રી ઓફિસ)માં મૂકવામાં આવી છે. કોંગ્રસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાયા આ ઉપરાંત પેટા ચૂંટણીમાં પણ
 
ગુજરાત: નવા મંત્રીઓ માટે 15 ઈનોવા અથવા ક્રેટા કાર ખરીદાશે

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ સરકારે મંત્રી મંડળના વિસ્તરણની કામગીરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મંત્રી પદની સાથે સાથે જરૂરી સુવિધા પણ મળી રહે તે માટે સરકારે ૧૫ ઈનોવા કે ક્રેટા કારની ખરીદીની દરખાસ્ત CMO (મુખ્યમંત્રી ઓફિસ)માં મૂકવામાં આવી છે.

કોંગ્રસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાયા આ ઉપરાંત પેટા ચૂંટણીમાં પણ ભાજપના વિજેતા ઉમેદવારોને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ નવા મંત્રીઓને શપથ વિધી બાદ તુરંત જરૂરી સુવિધા આપી શકાય તે માટે તેમની ઓફિસ તેમજ કાર ખરીદવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

મંત્રીઓ માટે 15 ઈનોવા અથવા ક્રેટા કાર ખરીદવા માટે CMOમાં દરખાસ્ત કરવામાં આવી છે. કરોડોના ખર્ચે કાર ખરીદવાની દરખાસ્તને CMO દ્વારા મંજૂરી આપ્યા બાદ આગળની કાર્યવાહી કરી ઓર્ડર આપવામાં આવશે.