File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં 23 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે.

બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે, “ 23-1-2019ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને સરકારી ભરતી ચાલે છે તેમાં 10 ટકા આર્થિક અનામતનો કાયદો અમલમાં મૂકી અને લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ”

નીતિન પટેલે જણાવ્યુ કે, “ધોરણ 12 અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ એન્જિનિયરીંગ, આઈ.ટી. એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે, ત્યારે આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા કેટલાક નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને 10 ટકાનો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે.”

Kiritbhai

નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમરેલીમાં સરકાર દ્વારા મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. અમેરલીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની 150 બેઠકોમાં વધારો થશે. હવે રાજ્યમાં મેડિકલની 5264 બેઠકો થશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોટાભાગની મેડિકલ કોલેજમાં 150 બેઠકોની ક્ષમતા હોય છે. હવે 10 ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે 35 બેઠકોનો વધારો થશે. આમ આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન નહીં થાય.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code