આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના અંગે સબસલામત હોવાના દાવા કરતા મહામારીને પહોંચી વળવા સરકાર કેટલી સજ્જ છે તે અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના કંટ્રોલમાં છે. જો કે તેમણે મહામારી સામે જે તૈયારીઓ દર્શાવી એ ઉપરથી તો એવું લાગે છે ગુજરાત માટે આવનારો સમય ખરાબ આવવાનો છે. કોરોના સામે લડવામાં ગુજરાત વિદેશની સરખામણીએ આગળ છે. રાજ્યમાં દવા,માસ્ક અને વેન્ટિલેટરનો પૂરતો જથ્થો હોવાનું આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાને પ્રવેશ્યાને આજે 35 દિવસ થયા છે. સ્પેન, ફ્રાંસ, ઈટલીની વસ્તી ગુજરાત જેટલી જ છે. 35માં દિવસે સ્પેનમાં 94 હજાર, ઈટલીમાં 80 હજાર, ફ્રાંસમાં 56 હજારથી વધુ કેસ હતા. આ દેશોની સરખામણીમાં ગુજરાતમાં હાલમાં 3 હજાર જેટલા કેસ છે. સરકાર દ્વારા કોરોના ફેલે તે પહેલા જ કાર્યવાહી કરવામાં આવી. લોકડાઉન, વિદેશથી આવેલા લોકોની તપાસ, હોમ ક્વોરન્ટાઈન, આઈસોલેશનના કારણે કોરોના કંટ્રોલમાં રહ્યો હોવાનું જયંતિ રવિએ જણાવ્યું છે.

કોરોના સામે કેટલા સજ્જ?

  • કોરોનાનો વધુ સંક્રમણ ફેલાય ત્યારે પણ તંત્ર પહોંચવા સજ્જ છે
  • N-95 માસ્ક, PPE કીટ પર્યાપ્ત માત્રમાં ઉપલબ્ધ છે
  • સારી ક્વોલિટીનો જથ્થો ઉપલબ્ધ છે
  • દેશમાં દવાનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે
  • હાલમાં આપડી પાસે 1061 વેન્ટિલેટર છે, 1700 વેન્ટિલેટર પ્રાઈવેટમાં છે
  • એક હજાર જેટલા વેન્ટિલેટરનો સરકારે ઓર્ડર આપ્યો છે
  • ત્રણ લેયરના 49 લાખથી વધુ માસ્ક ઉપલબ્ધ છે
  • દમનના 150થી વધુ વેન્ટિલટર પણ રાજ્યમાં ઉપલબ્ધ છે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code