પાટણના શંખેશ્વર યાત્રાધામમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો
અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાથી શ્રધ્ધાળુઓ સહિત ગામલોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. યાત્રાળુઓ અને વેપારીમાં ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશન તરફથી ટ્રાફિકનો પોઇન્ટ કે હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પારાવાર ટ્રાફીક સર્જાતો હોઈ ન કરે નારાયણને કોઈ મોટી ઘટના બને તો જવાબદારી કોણ લેશે. આ ઘટનામાં જવાબદાર પોલીસ સ્ટેશન જાણે
Jan 1, 2019, 18:59 IST

અટલ સમાચાર,પાટણ
પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાથી શ્રધ્ધાળુઓ સહિત ગામલોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. યાત્રાળુઓ અને વેપારીમાં ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશન તરફથી ટ્રાફિકનો પોઇન્ટ કે હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવતી નથી.
પારાવાર ટ્રાફીક સર્જાતો હોઈ ન કરે નારાયણને કોઈ મોટી ઘટના બને તો જવાબદારી કોણ લેશે. આ ઘટનામાં જવાબદાર પોલીસ સ્ટેશન જાણે સંસ્થાના ટ્રસ્ટીઓનું કહ્યું કરતું હોયતેવો ઘાટ ઘડાયો છે.
આ સમસ્યા સામે તંત્ર વહેલી તકે નિવારણ લાવે તેવું શ્રધ્ધાળુઓ અને વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.