વારાહીમાં અસામાજિક તત્ત્વો બેફામ: સરકાર સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ
વારાહીમાં અસામાજિક તત્ત્વો બેફામ: સરકાર સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ

અટલ સમાચાર, મહેસાણા

રાજકીય સહકાર મળતાં સ્થાનિક ગુંડા તત્વો હિન્દુધર્મના પરિવારોને હેરાન કરી કોમી દાવાનળ ઉભો કરી રહ્યા છે

પાટણ જિલ્લાના વારાહી ગામે તાજેતરમાં કેટલાક અસામાજીક તત્વોએ હિન્દુ ધર્મના યુવાનો પર ખૂની હુમલો કર્યો હતો. એક વાર હુમલો કરી ગણતરીની મિનિટમાં ફરી હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકીય સહકારથી ગુંડા તત્વો વિસ્તારમાં કોમી દાવાનળ ઉભો કરી વાતાવરણ બગાડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓએ સરકાર સમક્ષ સુરક્ષાની માંગ કરી છે.

વારાહી ગામે કેટલાક મહિના અગાઉ જયશ્રી રામની રેલીમાં કેટલાક અસામાજીક તત્વોએ કાર્યકરો ઉપર હુમલો કર્યો હતો. જેની ફરિયાદ બાદ કાયદાનો ગાળિયો મજબૂત થતા ગુંડા તત્વો ફરી એકવાર સ્થાનિક હિન્દુ યુવાનો ઉપર ખૂની હુમલો કરી પોલીસ અને સરકારની સુરક્ષા બાકોરું પાડ્યું છે. રાજકીય સાથ સહકારના જોરે ઉછળતા તત્વોએ છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં કોમી એકતાનું વાતાવરણ રંજાડી દઈ ભય, બીક અને ગભરાટનો માહોલ ઉભો કર્યો છે. અસામાજિક તત્વો ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા અને અગાઉની ફરિયાદના આરોપીઓ હોવા છતા કાયદાથી ડરતા નથી. આવી સ્થિતિમાં વારાહીની શાંતિ હણનારા અને અશાંતિ ઉભી કરનારા તત્વોથી છુટકારો મેળવવા હિંદુ મહિલાઓએ સરકાર સમક્ષ આજીજી કરી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વો વારંવાર હુમલા કરતા સરકારની કામગીરી અને સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે.