ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 218 તાલુકાઓમાં મેંઘમહેર, હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

ભાવનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
 
આગાહી

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. તે ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે.

 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 11.75 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.

11મી તારીખે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલી; કચ્છ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
12મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરત અને તાપીના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

13મી તારીખે દક્ષિણ ગુજરાતમાં જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.


14મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને નર્મદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે દેવભૂમિ દ્વારકા,જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી છે. 15મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.