દુર્ઘટના@રાજકોટ: દ્વારકા જતા મિત્રોને નડ્યો અકસ્માત, ઓવર બ્રિજ પરથી કાર નીચે ખાબકતા 1 નું મોત
અટલ સમાચાર, ડેસ્કરાજકોટના જેતપુર નેશનલ હાઈવે ઓવર બ્રિજ પરથી કાર નીચે ખાબકી હતી. અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય 3 યુવકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતા ધોરાજી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. ચારે યુવકો ભાવનગરથી દ્વારકા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 40 ફૂટ જેટલી ઊંચાઈથી કાર ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર એક કિશન નામના યુવકે જણાવ્યું કે, તેઓ ભાવનગરથી દ્વારકા જઇ રહ્યા હતા, ત્યારે અચાનક ગાડી પલટી ગઇ હતી. તેઓ હોન્ડા સીટી કારમાં સવાર હતા. સાથે જ મૃતક યુવાનનું નામ દીપ હોવાનું સામે આવ્યું છે. સાથે જ યુવાને જણાવ્યું કે, કઇ રીતે ગાડી પલટી ગઇ ખબર જ ન પડી. કિશન કારમાં પાછળની સીટ પર બેસેલો હતો.
ભાવનગરથી દ્વારકા દર્શન માટે ચાર યુવાનો કાર લઈને નીકળ્યા હતા અને કાર કોઈ કારણોસર પુલ ઉપરથી નીચે 40 ફૂટ પડી હતી. કારમાં ચાર યુવાનો બેસેલા હતા. જેમાં ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો છે. ત્રણ યુવાનોને સામાન્ય ઈજા પહોંચી છે અને એક યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા ધોરાજી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.