ક્રાઇમ@સાબરકાંઠા : પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ, સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો અને 1 નું મોત

 
Prantij

અટલ સમાચાર, ડેસ્ક

પ્રાંતિજમાં આજે મોડી સાંજે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં પથ્થરમારા દરમિયાન 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે સાંજે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, હાલ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.