ખળભળાટ@ધ્રાંગધ્રા: લાંચિયા આરએફઓ સકંજામાં, કાર્યવાહીના નામે 1 લાખના તોડમાં એસીબીએ ઝડપ્યા

 
ACB

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ફોરેસ્ટ ખાતામાં લાંચ હવે બેફામ બની ગઈ છે ત્યારે હવે નાગરિકો પણ જાગૃત બની આગળ આવી રહ્યા છે. આ સિલસિલામાં સુરેન્દ્રનગર જીલ્લામાં લાંચિયા આરએફઓ બરોબરના સકંજામાં આવી ગયા છે. મીઠાના અગરમાં કાર્યવાહી કરવા ગયેલા ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે મશીનો પકડી મોટો કેસ કરવાની તૈયારી બતાવી હતી. જો મશીનો જલ્દી છોડાવવા હોય તો 1 લાખ આપવા પડશે તેવું સાંભળી મશીન વાળો ઈસમ ચોંકી ગયો હતો. જોકે રકઝકના અંતે 75 હજાર આપવાનું નક્કી થતાં મોટાભાગની રકમ પડાવી લીધી હતી‌. જોકે બાકીના 17હજાર લેવા આરએફઓએ પોતાની જ ઓફિસમાં બેઠક કરી હતી. જોકે આ બાજુ કાયદેસરની તૈયારીમાં આવેલી એસીબી પોલીસે લાંચિયા આરએફઓને લાંચની રકમ લેતાં સ્વીકારતાં રંગેહાથ ઝડપી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આરએફઓ કચેરીમાં એસીબી ત્રાટકી હોવાની વાત જોતજોતામાં સમગ્ર પંથકમાં ફેલાઇ જતાં લાંચની વૃત્તિ રાખતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Acb
જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ લાંબા સમય બાદ જંગલ ખાતામાં એસીબીની એન્ટ્રી સામે આવી છે. ઘટના જાણે એમ છે કે, ધ્રાંગધ્રાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતનપુરી બાબુપુરી ગોસ્વામીએ મીઠાના અગરમાંથી હીટાચી સહિત 2 વાહનો કાર્યવાહીના નામે પકડ્યા હતા. આ પછી બંને વાહનો કુળા ગામ પાસે આવેલ ફોરેસ્ટની બીટ ઓફીસે લાવી દીધા હતા. આ પછી હીટાચી મશીન તથા લોન્ચર બાબતનો કેસ કોર્ટમાં કરી મોટો દંડ કરવાનુ વાહનવાળા ભાઇને કહ્યું હતુ. આ સાથે છ મહિના સુધી હીટાચી મશીન-લોન્ચર નહીં છોડવાનુ પણ કહીને વાહનવાળા ભાઇને ડરાવ્યા હતા. જોકે આ ભાઇએ હાજર દંડ આપવા વિનંતી કરી પરંતુ જબરા આરએફઓ ચેતનપુરીએ કહ્યું હતું કે, દંડ ના ભરવો હોય તો રૂ.1,00,000/- ની માંગણી કરી હતી. 

Jaherat
જાહેરાત

આ તરફ વાતચીતમાં રકજકના અંતે રૂ.75,000 નક્કી કરી આરએફઓ ચેતનપુરીએ ગત 18 માર્ચે રૂ.50,000/મેળવી લીધા હતા. આ પછી બીજા દિવસે રૂપીયા 8,000 પણ વાહનવાળા ભાઇએ આપી દીધા હતા. જ્યારે બાકીના રૂ.17,000/- ની વારંવાર માંગણી કરતાં આરએફઓથી કંટાળી લાંચના નાણાં આપવા નહિ ઈચ્છતા વાહનવાળા ભાઇએ ફરીયાદ આપી હતી. આથી રાજકોટ ગ્રામ્ય એસીબીએ ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરી પોલીસની ટીમ ફોરેસ્ટ કચેરી નજીક પહોંચી હતી. જેમાં આરએફઓ ચેતનપુરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ 1ની હાજરીમાં રૂ.17,000 લાંચ પેટે માંગણી કરી સ્વીકારી લેતાં જ એસીબી ત્રાટકી હતી. આ પછી એસીબીએ આરોપી ચેતનપુરીને ડીટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી,પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. પો.સ્ટે. રાજકોટ ગ્રામ્ય અને સુપર વિઝન અધિકારી વી.કે.પંડ્યા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ રહ્યા હતા.