બ્રેકિંગ@ગુજરાત: અમદાવાદ-બગોદરા હાઇવે પર દર્દનાક અકસ્માતમાં 10 લોકોનાં મોત, 3 લોકો ગંભીર

 
Bagodara

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓને હાઇવે પર અકસ્માત નડ્યો છે. હાઇવે પર ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે.

આ ગમખ્વાર અકસ્માત બગોદરા મીઠાપુર પાટિયા પાસે સર્જાયો હતો. જ્યાં ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં મોતને ભેટનારા કપડવંજના સુધાગામના રહેવાસી હોવાની પ્રથામિક જાણકારી મળી રહી છે.