અપડેટ@ગુજરાત: રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ

 
Bullet Train

અટલ સમાચાર, ડેસ્ક

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ કહ્યુ કે તેને મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ કર્યું છે. NHSRCLએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લો પ્લોટ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કાથોર ગામમાં હસ્તગત કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતના આઠ જિલ્લાઓમાં કુલ 951.14 હેક્ટર જમીન સંપાદિત કરવાની હતી.

નવા સંપાદન સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં પ્રોજેક્ટ માટે 99.95 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. NHSRCLએ જણાવ્યું કે, બુલેટ ટ્રેનનું ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર અમદાવાદમાં સાબરમતી ખાતે હશે અને તેના ત્રણ ડેપો હશે. જેમાં બે ડેપો ગુજરાતમાં સુરત અને સાબરમતીમાં હશે જ્યારે એક મહારાષ્ટ્રના થાણેમાં હશે. સરકાર 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરવા માંગે છે.