MoU@ગુજરાત: સુરતના ગ્રુપે પ્રી-વાયબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર સાથે 1018 કરોડના MoU કર્યા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના ગ્રુપ દ્વારા પ્રી-વાયબ્રન્ટ સમિટ-2024માં એધસ ગ્રુપ દ્વારા રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યાં છે. ફ્યુઅલ (ઇથેનોલ), ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ, પ્રિ-બયોટીક કોસ્મેટીક પ્રોડક્ટ્સ, સેમી કંડકટર મેનુફેક્ચરીંગ, FRP રોડ્સ મેન્યુફેકચરીંગ અને IT કન્સલ્ટીંગ મળીને કુલ 1018 કરોડ ના MoU મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતાં.
એધસ ગ્રુપ દ્વારા દેસર ખાતે વડોદરા જીલ્લા માં 280 KLPD નો બાયો-ફ્યુઅલ મેન્યુફેક્ચરીંગનો પ્લાન્ટ સ્થપાય રહ્યો છે. આ કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર હરેશભાઈ પરવાડીયાએ કહ્યું કે, આ ઇથેનોલ ટૂંક સમયમાં વાહનોમાં ફ્યુઅલ તરીકે વપરાશે. આ વિસ્તાર ના ઓછામાં ઓછા 1000 કરતા વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે રોજગારીની તકો પૂરી પાડશે.
એધસ ગ્રુપ દ્વારા “કાઉબેરી” (cowberry)બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. કંપનીના CEO કૌષિક સોનાણીએ કહ્યું કે, આ પ્રોજેક્ટના માધ્યમથી 100% શુદ્ધ, ઝેરમુક્ત અને જંતુનાશક દવા રહિત, ઓર્ગેનિક સર્ટિફાયેડ પ્રોડક્ટસ દેશની જનતાને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સથી પહોંચાડવામાં આવશે. કંપનીના ડાયરેક્ટર કૃણાલ પરવાડિયાએ કહ્યું કે કાઉબેરી FPO મેનેજમેન્ટ સોફ્ટવેરથી ભારતદેશના ખેડૂતોને જોડાવાનું અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવાનું કામ સરળ થશે.