રોજગાર@ગુજરાત: 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી ?

 
108

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત 108માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.emri.in/ની મુલાકાત લઇ શકો છો. 

આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે. એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

નોકરીનું સ્થળ

નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો રહેશે.

ઇન્ટરવ્યૂની તારીખ

આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10 થી 2 વાગ્યા સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.

જે તે જિલ્લાનું ઇન્ટરવ્યૂ સ્થળ

અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ

સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર

વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે

પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા

વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ

રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક

ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ

જૂનાગઢ – 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે

કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ

પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ

સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર