દુર્ઘટના@સુરત: પુત્રને શાળાએ મૂકવા જતી માતાનું મોપેડ સ્લીપ થયું, ટેન્કર નીચે કચડાઈ જતા 11 વર્ષના બાળકનું મોત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અરેરાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં શાળાએ મૂકવા જતા માતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. પુત્ર સાથે જતી માતાનું મોપેડ સ્લીપ થઈ જતાં હાઈ વે પર પાછળથી આવતાં ટેન્કરનું ટાયર તેના પર ફરી વળતાં પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અકસ્માત સર્જાતાં ટેન્કર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે કડોદરા પોલીસ પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેથી પોલીસે અકસ્માતની તપાસ કરવાની સાથે સાથે ટ્રાફિક મેનેજનું પણ કાર્ય કર્યું હતું. પલસાણા તાલુકાના સાંકી ગામે રહેતા માતા પોતાના 11 વર્ષના પુત્ર કેવિન સાથે એક્ટિવા મોપેડ લઈને સ્કૂલે જઈ રહ્યા હતા. નેશનલ હાઇ વે નંબર 48 ઉપર પડેલા મોટા ખાડાઓમાં સિમેન્ટનાં બ્લોક નાંખી ખાડા પૂર્યા હતા. ત્યાં બેલેન્સ નહી રહેતા રહેતા મોપેડ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.