આપઘાત@કેશોદ: 12 વર્ષીય બાળકે રહેણાક મકાનમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું

 
Sucide

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના ખમીદાણા ગામમાં 12 વર્ષના એક બાળકે આપઘાત કર્યો છે. 

ખમીદાણા ગામમાં બાળકે પોતાના રહેણાક મકાનમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. જોકે, આ આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયુ નથી. બાળકના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.