દુખદ@જામનગર: મુંબઈની હોસ્ટેલમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવતા 13 વર્ષના કિશોરનું મોત

 
Jamnagar

અટલ સમાચાર, ડેસ્ક

જામનગરના 13 વર્ષના કિશોરને હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું છે. મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 13 વર્ષના કિશોરનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ઓમ સચિનભાઈ ગંઢેચાનું યોગ કરતી વખતે હાર્ટ અટેકથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જામનગરમાં કામદાર કોલોની પુષ્પ એપાર્ટમેન્ટ ખાતે સગીરનો મૃતદેહ લવાયો છે.

મહત્ત્વનું છે કે, રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધતા બનાવોને કારણે નિષ્ણાંતો પણ ચિંતિત દેખાઈ રહ્યા છે. અગાઉ સુરેન્દ્રનગરના સુદામડામાં 25 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે, આ યુવાન પોલીસ ભરતી દરમ્યાન દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક દોડતા-દોડતા યુવાન રસ્તામાં ઢળી પડ્યો હતો.