બ્રેકિંગ@સુરેન્દ્રનગર: નેશનલ હાઇવે પર 1400 કિલો ચાંદીની લૂંટ, પોલીસે જિલ્લામાં કરી નાકાબંધી

 
Sayala Police Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટની ઘટના સામે આવતા પંથકમાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે રાત્રિના સમયે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. વિગતો મુજબ અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રિના સમયે સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલા વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. હાલ મળતી માહિતી મુજબ અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાનું સામે આવ્યું છે. 

સુરેન્દ્રનગરમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સાયલા પાસે મધરાત્રે લૂંટની ઘટનાથી હડકંપ મચી ગયો છે. આ તરફ લી વાહન હાઈવે ઘટના સ્થળથી થોડે દૂર મળી આવ્યું છે. વિગતો મુજબ વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે હવે પોલીસ દ્વારા લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. લૂંટાયેલ કુરીયર કંપનીનું વાહન સાયલાથી દુર મોરવાડ ગામ પાસેથી મળી આવ્યું છે. ગઇકાલે રાત્રે રાજકોટથી કુરીયર કંપનીના વાહન દ્વારા ચાંદી સહિતનો કિંમતી સામાન અમદાવાદ લઇ જતાં દરમ્યાન આ ઘટના બની હતી. આ તરફ હવે લૂંટારૂને ઝડપી પાડવા રાજકોટ રેન્જમાં આવતા તમામ પોલીસ મથકોને એલર્ટ કરી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.