દુર્ઘટના@ભરૂચ: દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી જતા 15 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

 
Dahej

અટલ સમાચાર, ડેસ્ક

દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15 ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનશીબે એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF Limited કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ નજીક દહેજ હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં 50 જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢ્યા હતા.