અપડેટ@ગુજરાત: વાસણા બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યાં, સાબરમતીમાં પાણીની આવકમાં વધારો

 
Vasna Barrige

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે. સાબરમતી નદીમાં પાણી આવતા વાસણા બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યા હતા. વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતુ. ધરોઇનું પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે થઇ હતી.

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના 16થી 24 નંબરના ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા જ્યારે 14 અને 15 નંબર ગેટ 2.5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 29 અને 30 નંબરના ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા જ્યારે 26 અને 27 નંબરના ગેટ 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ગુજરાતમાં અને રાજસ્થાનમાં મેઘરાજા મન મુકીને વર્ષી રહ્યા છે તેવી સ્થિતિમાં ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીની આવક વધી રહી છે. ધરોઇ ડેમ ફુલ થવા આવતા તેમાંથી પાણી લાકરોડા બેરેજ તરફ છોડવામાં આવે છે અને ત્યાંથી પાણી સંત સરોવરમાં ઠલવાય છે. સંત સરોવર પણ ફુલ થવા આવતા અહીંથી પણ સાતથી આઠ દરવાજા બે બે ફુટ ખોલીને ધોળેશ્વર તરફ પાણી છોડવામાં આવે છે. જેના કારણે સંત સરોવરની બન્ને બાજુ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.