હુકમ@અમદાવાદ: દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષની સગીરાને હાઈકોર્ટથી ગર્ભપાતની મંજૂરી

 
Gujarat High Court

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજુરી આપવામાં આવી છે. આ સગીરાને હાલ 27 સપ્તાહનો ગર્ભ છે. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના જજ સમીર દવેએ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની એક્સપર્ટ પેનલ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ પ્રમાણે સગીરાની શારીરિક તપાસ કરીને તેનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કરવા હૂકમ કર્યો હતો. 

હાઈકોર્ટના આદેશ બાદ આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. આ રીપોર્ટનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે મંજુરી આપી હતી. હાઈકોર્ટની મંજુરીનો ઓર્ડર વકીલને બપોર સુધીમાં મળી જશે, તેમજ અસારવા સિવિલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સપ્તાહ પહેલાં પણ હાઈકોર્ટમાં ગર્ભપાત માટેની અરજી આવી હતી અને 16 વર્ષ અને 3 મહિનાની સગીરાના 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત મંજૂરી આપવામાં આવી હતી.